JEE–MAIN 2024 સત્ર-I પરીક્ષામાં નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સુરત : સુરતમાં ઘોડદોડ રોડ ખાતે આવેલી દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા, નારાયણે ફરી એકવાર JEE – MAIN 2024 સત્ર-I માં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યા છે.

નારાયણ કોચિંગ સેન્ટરના નેશનલ એકેડેમિક હેડ, શ્રી શ્યામ ભૂષણ સાહેબશ્રીએ જણાવ્યું હતું કે, નારાયણે રેકોર્ડબ્રેક આઠ વિદ્યાર્થીઓએ એકંદરે 100 પર્સેન્ટાઇલ અને 300 માંથી 300 પરફેક્ટ સ્કોર ધરાવતા છ વિદ્યાર્થીઓ સાથે દેશનું નેતૃત્વ કરીને ઇતિહાસ રચ્યો છે.

એમ સાઈ તેજા (100 %ile, 300/300), શૈક સૂરજ (100 %ile, 300/300), આર્યન પ્રકાશ (100 %ile, 300/300), એમ. અનૂપ (100 %ile, 300/300), રોહન સાંઈ પબ્બા (100 %ile, 300/300), એચ. વિદિથ (100 %ile, 300/300), તવ્વા દિનેશ રેડી (100 %ile) તથા અમોઘ અગ્રવાલ (100 %ile) નારાયણના રાષ્ટ્રીય સ્તરના ટોપર્સ છે.

નારાયણાના પશ્ચિમ ઝોનના વડા શ્રી નીતિશ શર્મા અને સુરત સેન્ટરના નિયામક શ્રી કપિલ ચૌહાણે આ ઉત્કૃષ્ટ પરિણામ માટે સુરત કેન્દ્રના તમામ અગિયાર ટોપર્સને અભિનંદન પાઠવ્યા છે.

રોમિલ સોજીત્રા (99.85 %ile), વિરાજ પીઠવા (99.81 %ile), મુકુંદ રાખોલીયા (99.71 %ile), જૈમિન ગાંગાણી (99.69 %ile), દેવાંગ વૈષ્ણવ (99.58 %ile), જેન્યા દોશી (99.52 %ile), શ્રેયા બાદ (99.51 %ile), દિવમ શાહ (99.34 %ile), શ્લોક પટેલ (99.17 %ile), સિદ્ધ જૈન (99.17 %ile) અને યશ મયુર મોદી (99.11 %ile) સુરત બ્રાન્ચ ટોપર્સ છે.

તેમણે કહ્યું કે, અમારી પાસે સુરતની તમામ સંસ્થાઓમાં 99 થી વધુ પર્સેન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારી સૌથી વધુ છે.

Nitin Jain

Nitin Jain