ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસ પર પાથર્યો સેવાનો ઉજાસ

પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલાવ્યા

સુરત: વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી સેવાનો ઉજાસ પાથરનાર પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાના માધ્યમથી આજરોજ સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા આ પ્રસંગે 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યા હતા જેમાં ફાઉન્ડેશન દ્વારા એક એક હજાર રૂપિયા પણ જમાં કરવામાં આવ્યા હતા.
પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન વતી વોર્ડ નંબર 22ના કોર્પોરેટર અને સ્થાઈ સમિતિ સભ્ય રશ્મિ સાબુએ જણાવ્યું હતું કે કાર્યક્રમનું આયોજન વેસુ ભરથાણા ખાતે આવેલ મેહંદીપુર બાલાજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંદીપ દેસાઈ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા 100 બાળકીઓ ને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવ્યો હતો. ફાઉન્ડેશન દ્વારા તમામ બાળકીઓના આ યોજના હેઠળ બેંક ઓફ બરોડા માં એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યા હતા અને દરેક એકાઉન્ટમાં ફાઉન્ડેશન દ્વારા એક – એક હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રેક્ષા ફાઉન્ડેશન દ્વારા સતત સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ પહેલા વિધવા સહાય યોજના, હેલ્થ ચેકઅપ કેમ્પ, દિવ્યાંગો ને સહાય, સરકારી યોજનાઓ વિશે લોકોને જાગૃત કરવા માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Nitin Jain

Nitin Jain